Hydroxychloroquine પર અમેરિકાની ધમકીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં અમેરિકાએ ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની માગણી કરી છે. જેના પર ભારતે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશની ઘરેલુ જરૂરિયાતો પૂરી કર્યા બાદ આ દવાની ઉપલબ્ધતાને જોતા જ કોઈ પણ નિર્ણય લેવાશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલે જણાવ્યું કે દેશની જરૂરિયાતોને પૂરી કર્યા બાદ બચેલા સ્ટોકને માનવીય આધાર પર બહાર મોકલવા અંગે વિદેશ મંત્રાલય અને ફાર્મા વિભાગ નિર્ણય લેશે.
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં અમેરિકાએ ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની માગણી કરી છે. જેના પર ભારતે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશની ઘરેલુ જરૂરિયાતો પૂરી કર્યા બાદ આ દવાની ઉપલબ્ધતાને જોતા જ કોઈ પણ નિર્ણય લેવાશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલે જણાવ્યું કે દેશની જરૂરિયાતોને પૂરી કર્યા બાદ બચેલા સ્ટોકને માનવીય આધાર પર બહાર મોકલવા અંગે વિદેશ મંત્રાલય અને ફાર્મા વિભાગ નિર્ણય લેશે.
ભારત જો દવા ન આપે તો જોઈ લેવાની અમેરિકાની ધમકી, જાણો શું કહ્યું ટ્રમ્પે?
ત્યારબાદ વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને એમ પણ કહ્યું કે કોરોના વાયરસ મહામારીને જોતા માનવીય આધાર પર ભારતે નિર્ણય લીધો છે કે અમારી ક્ષમતાઓ પર નિર્ભર રહેતા પાડોશીઓને પેરાસીટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાઓ મોકલવામાં આવશે. આ સાથે એમ પણ કહેવાયું કે અમે આ દવાઓના સપ્લાય તે દેશોમાં પણ કરીશું જે કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે. આ સાથે જ આ મુદ્દે કોઈ પણ અટકળ લગાવવી જોઈએ નહીં કે ન તો રાજનીતિ થવી જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ વિવાદ પર વધુમાં કહ્યું કે કોઈ પણ સરકારની જવાબદારી હોય છે કે પહેલા તે એ સુનિશ્ચિત કરે કે તેમના પોતાના લોકો માટે દવા અને સારવારના જરૂરી સંસાધનો છે કે નહીં. તેને ધ્યાનમાં રાખીને કેટલાક સુરક્ષા કારણોસર પગલાં લેવાયા હતાં. કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube